About Us

History of Sherdi Village & Sherdi Pragati Mandal

ઉપરોક્ત મંડળ ની સ્થાપના તા: ૨૩-૦૧-૧૯૭૭ ના શુભ દિવસે થઈ. એ વખતે ગામ ના મહાજન સિવાય કોઈ સંસ્થા મુંબઈ માં કાર્યરત ન હતી. આ સંસ્થા નાતજાત ના ભેદ વગર ગામ ના સર્વ લોક કલ્યાણ અર્થે ના ઉદ્દેશ સાથે મુંબઈ માં "શ્રી શેરડી પ્રગતિ મંડળ (મુંબઈ) " ના નામથી રજીસ્ટર થઈ. જેમાં સ્થાનિકે મુંબઈ અને બહારગામ વસતા સર્વે ગામવાસીઓ ને સભ્ય તરીકે સામેલ કરેલ છે. આ મંડળ ૪૬ વર્ષ ની લાંબી સફર કરી ને સુવર્ણ જયંતિ ના ઉચ્ચ શિખર તરફ આગળ વધી રહ્યો છે. આ ૪૬ વર્ષ ની લાંબી સફર માટે આપ સૌ ગામવાસીઓ નો ઉમદા સાથ સહકાર તન મન અને ધન ના સહયોગ થી થયેલ છે. સાથે સાથે દર વખત ના કારોબારી કમિટી ના સભ્યો ના ઉત્સાહિત કર્યો થી થયેલ છે.



કીર્તિ ભવાનજી હરિયા - પ્રમુખ સ્થાને થી

શ્રી શેરડી પ્રગતિ મંડળ (મુંબઈ) નો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને વૈદ્યકીય (મેડિકલ) છે. શિક્ષણ એ જીવન નો પાયો છે અને સમાજની પ્રગતિ નું માપદંડ છે. શિક્ષણ પામેલ સમાજ વિનયી સંસ્કારી અને પ્રગતિશીલ બનેછે. મંડળ ના સહાય થી ઘણાં ગામવાસીઓ એ સહકાર લીધેલ છે. જે થકી આજે આપણે ઘણી ઉન્નતિ જોઇ શકીએ છીએ. મંડળ ની અન્ય પ્રવૃત્તિઓ જેમાં આર્થિક સહાય, નોટબુક વિતરણ, મેડિક્લેઇમ સહાય, સ્પોર્ટ્સ તથા સ્થાનિકે રસ્તા રિપેર, જાજરૂ માટેના વાડાઓ, નળ યોજના, રસ્તાની લાઈટો, શિવણ ક્લાસ જેવી પ્રવૃત્તિઓ સામેલ છે તથા શ્રી શેરડી જૈન મહાજન ના કાર્યોમાં જિનાલય ની પ્રતિષ્ઠા, વર્ષિતપ પારણાં, દીક્ષા જેવા શુભ પ્રસંગે યોગ્ય કાર્ય કરેલ છે. સ્થાનિકે મંડળ સંચાલિત બાલમંદિર માં છેલ્લા ૪૦ વર્ષ થી નાતજાત ના ભેદભાવ વગર દર વર્ષે ૩૦ થી વધારે બાળકો શિક્ષણ ના પ્રથમ પગથિયાં નું જ્ઞાન ગ્રહણ કરેછે. શિક્ષણ ની સાથે જ્ઞાન સાથે ગમ્મત કરાવી અને નાસ્તો પણ આપવામાં આવે છે. પ્રગતિ મંડળ સંચાલિત વાંચનાલય માં દરરોજ ના સમાચાર પત્રો આવે છે તથા જનરલ નોલેજ અને જ્ઞાન ના અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ગામ ના બસ સ્ટેશનની બાજુમાં પ્રગતિ મંડળ સંચાલિત પાણી ની પરબ પણ આવેલ છે. નળ યોજના હેઠળ ગામ ના લગભગ દરેક ઘર માં નળ આવી ગયા હોવા થી હાલ પાણી ની પરબ બંધ રાખવામાં આવે છે. ગામ ના આવા અનેક કાર્યો માં મંડળ નો સાથ સહકાર હોય છે. હંમેશા ગામ ના ઉત્સાહિત વ્યક્તિઓના માર્ગદર્શન માં મંડળે અનેક વિકાસ કર્યો છેલ્લા ૪૬ વર્ષ માં કરેલ છે. મંડળ ની શરૂઆત નાના ફંડ થી થયેલ, ઉતરોત્તર એમાં વધારો થયો છે. પરંતું હાલે ઘણાં સમય થી વ્યાજના દરો ઘટતાં ફિક્સ ડિપોઝિટ માં રાખેલ રકમ ના વ્યાજ ઘટવા લાગ્યાં ઉપરાંત શિક્ષણ અને મેડિકલ ખર્ચાઓ દરેક કુટુંબ માં વધ્યા છે જે માટે અલગ થી ફંડ ઊભો કરવામાં આવેલ છે. આ બધી પ્રવૃત્તિઓ સાથે ના હિસાબ મંડળ દર વર્ષે જનરલ મિટિંગ યોજી ને રજૂ કરેછે.

આગામી ટૂંક સમય માં જ શ્રી શેરડી પ્રગતિ મંડળ અવનવા કાર્યક્રમ સાથે મંડળ ના ડીઝિટીલાઈઝ ના ચરણ માં આગળ વધી ને સમય ની સાથે આગળ વધશે. શ્રી શેરડી પ્રગતિ મંડળ (મુંબઈ) દ્વારા સમયાનુસાર સ્નેહમિલન, પિકનિક કે મીઠો મેળાવડો જેવા કાર્યક્રમ દાતાઓ ના સહયોગ થી થતાં આવ્યા છે. મંડળ દ્વારા જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે શૈક્ષણિક, વૈદ્યકીય, મેડિક્લેમ, સ્પોર્ટ્સ માટે ના ખર્ચ ને પહોંચી વળવા માટે ફંડ વધારવા જ્યારે પણ ટહેલ નાખી છે ત્યારે ઉદાર દિલ દાતાઓ એ ખુબ જ સહકાર આપેલ છે.

છેલ્લા ૪૬ વર્ષ માં____ પ્રમુખ મંડળ ના કાર્ય ને કારોબારી સભ્યોના સાથ સહકાર થી ચાર ચાંદ લગાડ્યા છે. સભ્યો એ પણ ખભે ખભા મિલાવી ગામ ના કર્યો ને સરળતા થી પાર પાડેલ છે.